top of page

Special Aarti on Tuesdays & Saturdays - Morning 6:00 AM, Evening 7:00 PM 🔔

મંદિર નો ઇતિહાસ 

જાણો હજાર વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો પ્રાચીન ઈતિહાસ

ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં આવેલા ડભોડા ગામમાં આવેલા શ્રી ડભોડીયા હનુમાનજીનું મંદિર દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે. હનુમાન જયંતી પર્વ પર અહીં દાદાને તેલનો અભિષેક કરવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલે છે. સાથે આ મંદિરનો ઇતિહાસ અંગ્રેજો સાથે પણ જોડાયેલો છે. તો આવો આપણે પણ જાણીએ આ રસપ્રદ ઈતિહાસ વિશે.

IMG_4820.HEIC

જાણો હજાર વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો પ્રાચીન ઈતિહાસ

આ હનુમાનજીના મંદિરે અંગ્રેજો પણ ચડાવતા હતા તેલ, જાણો આ રસપ્રદ ઈતિહાસ

લોકવાયકા પ્રમાણે અંગ્રેજોના સમયમાં અહીંથી ટ્રેન પસાર થતી હતી. કોઇ કારણોસર ટ્રેન ખોટવાઈ જતા અથાગ પ્રયાસો બાદ પણ ટ્રેન શરૂ થઈ ન હતી. ગ્રામજનોએ આ મામલે અંગ્રેજોને હનુમાનજી દાદાને એક તેલનો ડબ્બો ચડાવવાની બાધા રાખવાની સલાહ આપી હતી.

ચમત્કારિક શોધ

સર્વષ્ટા, રાજા સોલંકી, પાટણના દેવગણમાં આવીને વસ્યા ત્યાં ગાયોને ભરવાડ ચાવવા માટે જંગલમાં લઈ જતા હતા તેમાંથી એક ગાય ટોળામાંથી છુટી પડી જતી હતી અને એક જગ્યાએ દૂધ સરી જતી હતી. રાજાને ભરવાડ ના ઉપર શક પડ્યો કે પોતે ગાય માલધારી દોઈ લે છે. બીજી વખત ગાય ટોળામાંથી છુટી પડી એ વાતની રાજાને જાણનહોવાથી, પોતે રાજા આવીને તે જંગલમાં ગાયની તપાસ કરી જગ્યા ઉપર દૂધ કરી દેતી ગાય વિષે રાજાના મનમાં કંઈ ચમત્કાર છે તેમ લાગ્યુ બીજા દિવસે મજુરો બોલાવી તે જગ્યા ઉપર ખોદકામ કરાવ્યું ત્યાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી તે જગ્યા ઉપ૨ જગત કરી મંદિર બનાવ્યું ત્યારથી મંદિર પ્રખ્યાત થવા લાગ્યું.


એકવાર શ્રી સ્વયંભુ હનુમાન દાદાનાં દર્શન કરી પાવન થાઓ આ મંદિર આશરે (૧૦૦૦) એક હજાર વર્ષ જુનું છે


શ્રી હનુમાન દાદાની કૃપાથી શ્રધ્ધાળુઓની તેમની આશા ફળીછે. ( હાલમા જીર્ણોધ્ધારનું કામ ચાલુ છે. )

મુઘલ યુગ સાથે જોડાણ

મંદિરની અન્ય એક લોકવાયકા છે જે મુજબ, પહેલાના સમયમાં નાનકડા હનુમાન મંદિરને સમય જતા જિણોદ્ધાર કરીને મોટું મંદિર બનાવવામાં આવ્યું. એક લોકવાયકા મુજબ, મંદિરના મહંત શ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા. જે બાદ આજે પણ ડભોડા ગામના સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આવતા હોય છે

માન્યતા છે કે, અંગ્રેજ હકુમત દરમિયાન અંગ્રેજોએ પણ અહીં માથું ઝુકાવ્યું હતુ અને દાદાને તેલનો ડબ્બો ચડાવ્યો હતો. વર્ષોથી હનુમાન દાદાને કાળી ચૌદસના દિવસે તેલનો ડબ્બો નિયમિત ચડાવવામાં આવે છે. આજે પણ વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા એક તેલનો ડબ્બો ડભોડિયા હનુમાનજીના મંદિરે ચડાવવામાં આવે છે. દાદાના આ મંદિરમાં ભક્તો મનોકામના રાખતા હોય છે, જે પૂર્ણ થવા પર કાળી ચૌદશના લોકમેળામાં 350 જેટલા તેલના ડબ્બા ચડાવવામાં આવે છે. મંદિરમાં દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે. 

​

 

(નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.)

temple-entrance.jpg

આજે મંદિર

આજે દેશભરમાં હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તેમને ગુજરાતમાં આવેલા 1000થી પણ વધુ વર્ષ જૂના હનુમાન દાદાના એક ખાસ મંદિર વિશે જણાવીશું. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં હનુમાનજીનું ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિર ડભોડિયા હનુમાન તરીકે સુપ્રસિદ્ધ છે અને તેમાં સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂર આ મંદિર સાથે અનેક લોકવાયકા અને ચમત્કારિક કિસ્સાઓ જોડાયેલા છે.

​

ડભોડાના આ મંદિર વિશે લોકવાયકા છે કે, મુગલોના શાસન દરમિયાન પાટણ પર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી હતી. ત્યારે પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ સ્થળે દેવગઢનું ગાઢ જંગલ હતું. રાજાની ગાયોને ચરાવવા ભરવાડો દેવગઢના જંગલમાં આવતા. આ દરમિયાન એક ગાય ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહીને દૂધનો અભિષેક કરતી અને બાદમાં ફરી ગાયોના ટોળામાં આવી જતી. આ અંગે ભરવાડોએ રાજાને જાણ કરી. જે બાદ રાજાએ તપાસ કરતા ત્યાં કંઈ ચમત્કાર જણાતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું. અહીંથી હનુમાન દાદાની મૂર્તિ મળી આવી હતી. જે બાદ મૂર્તિની સ્થાપના કરીને ડાભોડીયા હનુમાનજી મંદિર તરીકે તે ઓળખાવા લાગ્યું. 

"संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा"

જે લોકો શક્તિશાળી હનુમાનનું સ્મરણ કરે છે તેમના માટે બધા અવરોધો દૂર થાય છે અને બધા દુઃખ દૂર થાય છે.

~૧૦૦૦ એડી

મુઘલ યુગ સાથે જોડાણ

ગાય તિલ્ડીના ચમત્કાર દ્વારા સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ

મધ્યયુગીન

પાટણ આશ્રયદાતા

પાટણના રાજાઓ મંદિરની જાળવણી અને રક્ષણમાં ફાળો આપે છે

હાજર

લોકપ્રિય યાત્રાધામ

કાળી ચૌદસના મેળા માટે પ્રખ્યાત, દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે

~૧૨૯૯-૧૩૦૪

ખિલજી યુગ

અલાઉદ્દીન ખિલજીના તોફાની આક્રમણો છતાં મંદિર ટકી રહ્યું છે

આધુનિક યુગ

નવીનીકરણ

પરંપરાઓનું જતન કરીને આધુનિક સુવિધાઓ સાથે મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું

ઐતિહાસિક સમયરેખા

bottom of page