
શ્રદ્ધાનું બીજું નામ શ્રી ડભોડિયા ધામ
પવિત્ર ધામમાં આપનું સ્વાગત છે
બજરંગ બલી ના પવિત્ર સ્થાન માં
ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાનદાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

આરતીનો સમય
સવારે 6:00 AM
સાંજે 7:00 PM
ખાસ દિવસો
મંગળવાર અને શનિવાર
કાળી ચૌદસ નો મેળો
સ્થાન
ડભોડા ગામ
ગાંધીનગર પાસે
દાન
દાન અને સહાય
Online & Offline
તહેવારો અને ઉજવણી
મંદિરમાં મુખ્ય તહેવારો

કાળી ચૌદસનો મેળો
આ ભવ્ય ઉત્સવમાં ભક્તો દ્વારા 4000 કિલોથી વધુ તેલ ચઢાવવામાં આવે છે અને તેમાં વિશાળ તેલ અભિષેક કરવામાં આવે છે. ગુજરાતના સૌથી મોટા હનુમાન મેળાઓમાંનો એક.

હનુમાન જયંતિ
ભગવાન હનુમાનજી ના જન્મની ઉજવણી ખાસ પૂજા, અભિષેક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરો, જેમાં હજારો ભક્તો ઉમટી પડે છે. .

સાપ્તાહિક વિશેષ આરતી
દર મંગળવાર અને શનિવારે, મંદિરમાં ખાસ સાંજની આરતી થાય છે જેમાં હજારો ભક્તો દિવ્ય દર્શન માટે ઉમટી પડે છે.
॥ जय श्री हनुमान ॥




