top of page

Special Aarti on Tuesdays & Saturdays - Morning 6:00 AM, Evening 7:00 PM 🔔

મંદિર વિશે 

શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર

ગુજરાતનું એક પવિત્ર તીર્થસ્થાન, જ્યાં એક હજાર વર્ષ કરતાં વધુ સમયથી ભગવાન હનુમાનજી ની પ્રાચીન સ્વયંભૂ મૂર્તિ રહેલી છે.

બજરંગબલીનું દૈવી નિવાસસ્થાન

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાનદાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે માલધારી દેવગઢના જંગલમાં આવતાં હતાં. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે માલધારી એ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

અહીં પહોંચવા માટેનો તમામ વાહનવ્યવહાર, રેલ વ્યવહાર અને હવાઈ વ્યવહાર અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડાયેલ છે, અમદાવાદ અને ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલા આ ડભોડીયા હનુમાન પહોંચવા માટે સરળતાથી બસ વ્યવહાર અને પ્રાઈવેટ સાધનો ઉપલબ્ધ હોય છે. આ પવિત્ર મંદિરમાં હનુમાન દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

logo c2c_page-0001.jpg
IMG_4835.HEIC
IMG_4815.HEIC

ભગવાન હનુમાનની સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રાચીન મૂર્તિ, જે ૧૦૦૦ વર્ષથી વધુ જૂની હોવાનું માનવામાં આવે છે.

સ્વયંભૂ મૂર્તિ

ભગવાન હનુમાનની સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રાચીન મૂર્તિ, જે ૧૦૦૦ વર્ષથી વધુ જૂની હોવાનું માનવામાં આવે છે.

સ્વયંભૂ મૂર્તિ

ભગવાન હનુમાનની સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રાચીન મૂર્તિ, જે ૧૦૦૦ વર્ષથી વધુ જૂની હોવાનું માનવામાં આવે છે.

સ્વયંભૂ મૂર્તિ

ભગવાન હનુમાનની સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રાચીન મૂર્તિ, જે ૧૦૦૦ વર્ષથી વધુ જૂની હોવાનું માનવામાં આવે છે.

સ્વયંભૂ મૂર્તિ

મંદિરનો મહિમા 

અહીં કાળીચૌદશના તહેવારનું મહત્ત્વ રહેલું છે સમય જતા મંદિરના જિર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું, મંદિરના મહંતશ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ 1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા જેટલા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે અને લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ડભોડીયા હનુમાનજીની બાધા રાખે છે. આ મંદિરમાં યાત્રીઓ માટે રહેવા અને જમવા ઉપરાંત પરિવહનની સુવિધા પણ કરવામાં આવી છે.

"जय बजरंग बली"

ભગવાન રામના સમર્પિત સેવક, શક્તિશાળી હનુમાનજી નો મહિમા

અમારા ટ્રસ્ટીઓ

શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરની પવિત્ર પરંપરાઓને આગળ ધપાવતા, મંદિર અને તેના ભક્તોની નિઃસ્વાર્થ સેવા કરનારા સમર્પિત વ્યક્તિઓને મળો.

ભાવેશભાઈ બી. રબારી (ભમાજી)

Trustee

પ્રજ્ઞનેશભાઈ પી. પટેલ

Trustee

હસમુખભાઇ કે. પટેલ (D.K)

Trustee

Shri Kantilal Shah
પ્રવિણસિંહ એન. સોલંકી

Trustee

Shri Rameshbhai Patel
અરવિંદસિંહ જે. પરમાર

Trustee

bottom of page